મણીબેન સેવા સંઘ 2010 થી કાર્યરત સંસ્થા છે. અને વિવિધ ક્ષેત્ર માં કામગીરી કરી રહી છે. તાજે તરમાં ગુજરાત રાજ્ય માં મહિલાઓ ની સુરક્ષા માટેની હાર્ટ હેલ્પલાઈન મોબાઈલ સેવા નો પ્રારંભ કરવાનું કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવ્યું। તેનાથી મહિલાઓ પોતાનો મોબાઈલ નંબર આ હાર્ટ હેલ્પ લાઈન માં રજીસ્ટ્રેશન કરાવ્યા પછી ગમે ત્યાં મુશ્કેલી માં મુકાઈ હોય અને મદદ ની જરૂર હોય તો આ 1091નંબર થી ખાલી મિસ કૉલ કરે એટલે તેણીનું લોકેશન ટ્રેસ કરીને નજીક ની પોલીસ એ મહિલા ની મદદ માં પહોંચી જાય।